પ્રોહીબીશનના ગુનાઓ આચરતા આરોપીને ૨ (બે) માસ માટે કચ્છ જીલ્લામાંથી તડીપાર કરતી આદિપુર પોલીસ

પ્રોહીબીશનના ગુનાઓ આચરતા આરોપીને ૨ (બે) માસ માટે કચ્છ જીલ્લામાંથી તડીપાર કરતી આદિપુર પોલીસ
મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓ તરફથી જીલ્લામા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવુતિ કરતા ઇસમો પર કડક કાર્યવાહી કરવા તથા આવા ઇશમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો ઇન્સ.શ્રી એમ.સી વાળા સાહેબ સાહેબનાઓના દ્વારા પ્રોહીબીશન ગુનાઓ આચરેલ ઇસમ વિરૂધ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રી અંજારનાઓ દ્વારા હદપારી દરખાસ્ત મંજુર રાખી મજકુર ઇશમને કચ્છ જીલ્લો તથા કચ્છ જીલ્લાને અડીને આવેલ જીલ્લાઓમાંથી ૨(બે) મહીના માટે હદપાર કરવા હુકમ કરવામાં આવેલ છે.
આરોપીનું નામ :
પ્રદીપસિંહ દિનેશસિંહ રાજપુત ઉ.વ.૧૯ રહે.ઓમ મંદીરની પાછળ ઝુંપડા મણીનગર આદીપુર તા.ગાંઘીઘામ