ભુજ-મુંદરા રોડ ઉપર કેરા ગામ પાસે થયેલ ગમખ્વાર અકસ્માતના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી માનકુવા પોલીસ

image-165

પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ ગઇકાલ તા-૨૧/૦૨/૨૦૨૫ ના બપોરના ભુજ-મુંદરા રોડ ઉપર કેરા ગામ પાસે સીતારામ ટ્રાવેલ્સની લકઝરી બસ રજી.નં-જીજે.૧૨.એક્સ.૯૮૭૯ તથા કન્ટેઇનર ભરેલ ટ્રેલર રજી.નં-જીજે.૧૨.બીઝેડ.૯૧૩૭ વાળા વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયેલ અને અકસ્માતમાં ૬ પેસેન્જરોના મોત થયેલ અને બસના ડ્રાઇવર તથા કલીનર મળી કુલ્લ-૨૩ પેસેન્જરોને શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ થયેલ જે ટ્રેલર ચાલક વિરૂધ્ધમાં માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૧૦૫,૧૨૫(એ),૧૨૫(બી), ૨૮૧ તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪ મુજબનો ગુનો દાખલ થયેલ તે વાહન ચાલકને પકડી પાડવા માટે સુચના કરેલ.

જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.રાણા તથા માનકુવા પોલીસ સ્ટાફના માણસો ટ્રેલર રજી.નં-જીજે.૧૨.બીઝેડ.૯૧૩૭ વાળાના ચાલકને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ટ્રેલરના ચાલક આરોપી સદામહુશેન અબ્દુલ સહમત ઉ.વ.૩૮ ધંધો-ડ્રાઇવીંગ હાલે રેહે-સુર્યા એમ્પેક્સ, મીઠી રોહર ગાંધીધામ મુળ રહે-ગામ-મનપુરા પોસ્ટ-તડવા મંગરપાલ તા.દરીયાપુર જી.છપરા સારંગ રાજ્ય-બિહાર વાળો મળી આવતા જેને આજરોજ તા.૨૨/૦૨/૦૨૦૨૫ ના કલાક-૨૦/૦૦ વાગ્યે આ ગુના કામે અટક કરવામાં આવેલ છે.

કબ્જે કરવામાં આવેલ મુદામાલ-

(૧) કન્ટેઇનર ભરેલ ટ્રેલર રજી.નં-જીજે.૧૨.બીઝેડ.૯૧૩૭ કી.રૂ.૧૫,૦૦,૦૦૦/-

(૨) લકઝરી બસ રજી.નં-જીજે.૧૨.એક્સ.૯૮૭૯ કી.રૂ.૨,૦૦,૦00/-

પકડાયેલ આરોપી-

સદામહુશેન અબ્દુલ સહમત ઉ.વ.૩૮ ધંધો-ડ્રાઇવીંગ હાલે રેહે-સુર્યા એમ્પેક્સ, મીઠી રોહર ગાંધીધામ મુળ રહે-ગામ-મનપુરા પોસ્ટ-તડવા મંગરપાલ તા.દરીયાપુર જી.છપરા સારંગ રાજ્ય-બિહાર

આ ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.રાણા તથા પો.સ.ઈ. એ.એન.ઘાસુરા તથા માનકુવા પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયેલ હતા.