અબડાસાના ઐડામાં પવનચક્કી પર ચેનલ ફિટીંગના કામ સમયે કંપનીના એન્જિનીયર અને મજૂરોને માર મરાતા ફરિયાદ નોંધાઈ

fir

copy image

copy image

અબડાસા ખાતે આવેલ ઐડાના સીમ વિસ્તારમાં પવનચક્કીના થાંભલા પર ચેનલ ફિટીંગના કામ સમયે કંપનીના એન્જિનીયર અને મજૂરોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ બનાવ અંગે કે.પી. વિન્ડ એનર્જી કંપનીના એન્જિનીયર ગીદાઇઆહ અરેકંટી દ્વારા વાયોર પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ છે. જે અનુસાર સવારના સમયે ઐડાના સીમમાં પવનચક્કીના કામ દરમ્યાન આરોપી શખ્સોએ ફરિયાદી અને મજૂરોને  અહીં કોને પૂછીને કામ કરવા આવ્યા છો તેમ કહી બાદમાં ગાળાગાળી કરી લાકડી વડે હુમલો કરી દીધો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ દીધી હતી.આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.