ભુજમાં ભાનુશાલી સમાજ સેવા ટ્રસ્ટની કચેરીમાં આગ ભભૂકી ઉઠતાં કચેરીના રાચરચીલાં અને કાગળો બળીને ભશ્મ થયા
copy image

ભુજમાં ભાનુશાલી સમાજ સેવા ટ્રસ્ટની કચેરીમાં આગ ભભૂકી ઉઠી હતી. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના જયુબિલી સર્કલથી જી.કે. જનરલ હોસ્પિટલને જોડતા માર્ગ પર સ્થિત ભાનુશાલી સમાજ સેવા ટ્રસ્ટની કચેરીમાં આગનો આ બનાવ બન્યો હતો. અહિ શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હોવાની સંભાવના જાહેર કરાઈ રહી છે. બનાવને પગલે નગરપાલિકાના અગ્નિશમન દળને જાણ કરવામાં આવતા અગ્નિશામક વાહન સાથે ફાયરમેન્સ ઘટના સ્થળે પહોંચ્યા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવામાં આવેલ હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે આગનાં બનાવમાં કચેરીના રાચરચીલાં અને કાગળો બળીને ભશ્મ થયા હતા.