ભચાઉમાંથી પાંચ જુગારપ્રેમીઓની અટક

589700500jugar-1

copy image

copy image

ભચાઉમાંથી પાંચ જુગારપ્રેમીઓની પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી  રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉમાં ભવાનીપુર નાળાં નજીક જાહેરમાં અમુક ઈશમો જુગાર રમી રહ્યા છે ત્યારે મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી રોકડા રૂા. 10,270 સાથે પાંચ ખેલીઓને દબોચી લીધા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.