સામખિયાળીમાં 26 વર્ષીય યુવાને જીવનનું અંતિમ પગલું ભર્યું
copy image

સામખિયાળીમાં 26 વર્ષીય યુવાન ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અને સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સામખિયાળીની ઓરેવે કંપનીની ટાઉનશિપમાં બ્લોક નં. સી, રૂમ નં.11માં રહેતા રમગરભાઇ સંતોષભાઇ તરાઇ નામના યુવાને જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ યુવાને ગત તા.21/2ના બપોરના સમયે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ યુવાને કયા કારણોસર જીવનનું અંતિમ પગલું ભર્યું તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.