ગાંધીધામમાં બીમારીથી કંટાળી આધેડે એસિડ ગટગટાવી લેતા મોત
copy image

ગાંધીધામમાં બીમારીથી કંટાળી આધેડે એસિડ ગટગટાવી લીધું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના ભારતનગરમાં રહેતા કિશોરભાઈએ પોતાની બીમારીથી કંટાળીને એસીડ પી લીધું હતું. બનાવની જાણ થતાં જ તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.