ગાંધીધામમાંથી આંકડો લેતો શખ્સ ઝડપાયો
copy image

ગાંધીધામમાંથી આંકડો લેતા શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે બપોરના સમયે લોકો પાસેથી આંકડા લઈ પેન વડે ડાયરીમાં લખતા આ ઈશમને પોલીસે રંગે હાથ દબોચી લીધો હતો. પોલીસે આ પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.