એક્ટિવા પરથી પડી જવાના કારણે ગંભીર ઇજાઓના પગલે માનકૂવાના વૃદ્ધનું મોત

accident2

copy image

copy image

ગત રાત્રે માનકૂવાના વૃદ્ધ અતુલભાઈ મહેતા એક્ટિવાથી ભુજ તરફ આવી રહ્યા હતા, તે દરમ્યાન સુખપરનાં હનુમાનજી મંદિર નજીક એક્ટિવા પરથી પડી જવાના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર ઇજાઓના પગલે  તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે માનકૂવા પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.