રોડ પર અકસ્માતમાં માટે માત્ર ટ્રાફિક જ છે જવાબદાર…..? ચાલકોની કોઈ ભૂલ નહીં…?
copy image

આપણે રોજ બરોજ કેટલાક અકસ્માતના અનેક કિસ્સાઓ સાંભળીએ છીએ તેમજ જોઈએ છીએ. કેટલાક કિસ્સાઓમાં તો આખો પરીવાર ભોગ બનતો હોય છે. કેટલાક પરીવાર પોતાના પ્રિય સદસ્યને ગુમાવી દે છે. ત્યારે હમણાં જ ભુજ-કેરા નજીક કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. તે બનાવમાં જવાબદાર કોણ એ એક તપાસનો વિષય છે, પરંતુ રોજબરોજ આપણી સામે આવા કેટલાક કિસ્સાઓ બને છે કે જેમાં યુવાનો ચાલુ વાહને મોબાઈલ જોઈ રહ્યા હોય છે કાંતો કાનમાં એયર બર્ડ્સ નાખીને ફુલ સોંગ વગાડી સાંભળતા હોય છે પરીણામે તેમનું ડ્રાઇવિંગ પરથી ધ્યાન ભટકી જતું હોય છે.? જેના કારણે અકસ્માત સર્જાય છે. આવા યુવાનો હેલ્મેટ કે સીટ બેલ્ટ તો પહેરાતા જ નથી ઉપરથી ખોટા સીન સપાટા કરતાં હોય છે. ?ફૂલ સ્પીડમાં ગાડી ચલાવવી એ તો જાણે આ યુવાનો માટે રમતની વાત થઈ ગઈ છે તેમાં પણ ઉપરથી ચાલુ વાહને મોબાઈલ જોતાં હોય છે, કોલ પર વાતો કરતાં હોય છે તેમજ કાનમાં એયર બર્ડ્સ ભરાવી દે છે જેથી હોર્ન નો અવાજ તો સંભળાય જ નહીં. મેઇન રોડ પર લોકો આવી માનમાની કરી રહ્યા છે? જેને પરીણામે કેટલાક લોકો જીવ ગુમાવી દે છે. તો શું એ કહેવું યોગ્ય છે કે, માત્ર ટ્રાફિક ના કારણે જ અકસ્માતો સર્જાય છે…..? શું વાહનચાલકોની કોઈ ફરજ નથી….? ચાલુ વાહને મોબાઈલ લોકોના જીવનો ભોગ લઈ રહ્યો છે. ત્યારે લોકોને એ સમજવું જરૂરી રહ્યું કે, આપના જીવની સુરક્ષા આપણાં હાથમાં છે. તો ચાલુ વાહને મોબાઈલનો પ્રયોગ ન કરવો જોઈએ અને જો જરૂરી હોય તો વાહન સાઈડમાં લગાવી વાત કરવી જોઈએ.જો આવું કરવાથી આપણે કેટલાક જીવ બચાવી સકતા હોઈએ તો આવું જરૂરથી કરવું જોઈએ.