ભુજના કેરા નજીક ટ્રેઇલર અને ટ્રાવેલ્સ બસ વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતનો મૃત્યાંક સાત પર પહોંચ્યો

copy image

copy image

ગત તા. 21/2ના ભુજના કેરા નજીક ટ્રેઇલર અને સીતારામ ટ્રાવેલ્સની બસ વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં મૃત્યુઆંકમાં વધારો થયો છે. સૂત્રો જણાવી રહ્યા છે આ બનાવમાં છ લોકોનું મોત થયું હતું તેમજ 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં ઘાયલ થયેલ લોકો પૈકી 30 વર્ષીય વસીમખાન નામના શખ્સે આજે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અંતિમ શ્વાશ લીધા હતા. જેથી આ બનાવનો મૃત્યુ આંક સાત પર પહોંચ્યો છે. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ કાર્યવાહી આદરી છે.