“ગણેશ આશ્રમ નખત્રાણા મધ્યેથી ચોરી કરેલ એક ઘાસચારાનો વતરો કરવા માટેનું મશીન તથા એક ડીઝલ મશીન સાથે બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારીનાઓ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન તેઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, વિરાણી ફાટકથી મોટી વિરાણી ગામ જતા રોડ પર એક લાલ કલરનો ટાટા એસ છકડો વિરાણી મોટી ગામ તરફ જઈ રહેલ છે જેમાં બીલ કે આધાર – પુરાવા વગરના મશીન ભરેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા (૧) આધમ ફકિરમામદ કુંભાર ઉવ.૪૮ રહે. મફતનગર, નખત્રાણા તથા (૨) રાવતભાઈ સવાઈસિંહ બોડાણા ઉવ.૨૨ રહે.ગાડલિયાવાસ, નખત્રાણા વાળા ઇસમો મળી આવેલ જેથી તેઓના કબ્જાના વાહનમાં ચેક કરતા એક ઘાસચારાનો વતરો કરવા માટે મશીન તેમજ સ્પીડવેલ કંપનીનું ડીઝલ મશીન ભરેલા મળી આવેલ હોય જે બાબતે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુરે ઇસમોએ કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. અને આ બન્ને મશીન ગણેશ આશ્રમ નખત્રાણા મધ્યેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ. જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.

→ કબ્જે કરેલ મુદ્દામાલ

ઘાસચારો કાપવા માટેનું મશીન કિ.રૂ.૫૦૦૦/-

ડીઝલ મશીન કિ.રૂ.૮૦૦૦/-

  • ચોરીમાં ઉપયોગ લીધેલ છકડો જેના રજી.નં. જી.જે.૧૨.એ.વાય.૩૦૪૧ કિ.રૂ.૪૦,૦૦0/-

: પકડાયેલ ઇસમો

આધમ ફકિરમામદ કુંભાર ઉવ.૪૮ રહે. મફતનગર, નખત્રાણા

રાવતભાઈ ઉર્ફે કાકુ સવાઈસિંહ બોડાણા ઉવ.૨૨ રહે.ગાડલિયાવાસ, નખત્રાણા