નખત્રાણા ખાતે આવેલ રવાપરની સીમમાંથી 47 હજારની ઇલેક્ટ્રિક ચીજ વસ્તુઓની તસ્કરી કરી ચોર ઈશમો થયા ફરાર

chor

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ રવાપરના સીમ વિસ્તારમાં પવનચક્કીના કન્ટેનરના તાળાં તોડી તેમાંથી રૂા. 47,300ની ઇલેક્ટ્રિક ચીજ વસ્તુઓની તસ્કરી કરી અજાણ્યા ચોર ઈશમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 9/2ના રાતથી બીજા દિવસ સુધીના સમયગાળા દરમ્યાન આ બનાવ બન્યો હતો. રવાપરની સીમમાં આવેલ કંપનીની પવનચક્કીના કન્ટેનરના તાળાં તોડી તેમાં રાખેલી નાની-મોટી ઇલેકિટ્રક ચીજ વસ્તુઓ નંગ-38 જેની કિં. રૂા. 47,300ની ચોરી થઈ હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.