ગાંધીધામના મીઠીરોહર જી.આઈ.ડી.સી.માં વીજશોક લાગવાના કારણે 26 વર્ષીય મહિલાનું મોત

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર જી.આઈ.ડી.સી.માં વીજશોક લાગવાના કારણે 26 વર્ષીય મહિલાનું મોત થયું છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મીઠીરોહર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ગત દિવસે બપોરના સમયે આ બનાવ બન્યો હતો. અહીં મજૂરી કામ કરનાર ભુરાબેન પોતાનાં ઘરના રૂમમાં આવ્યા હતા જ્યાં લોખંડની બારીને અડી જતાં તેમને વીજશોક લાગ્યો હતો. વીજ શોક લગતા આ મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.લોખંડની બારીમાં કોઈ રીતે વીજ જોડાણનું અર્થિંગ આવી જતાં વીજશોક લાગ્યો હોવાનું સામે આવ્યું છે.