ભુજમાં ઘરની છત પરથી ઉતરતી વેળાએ પડી જતાં પપ વર્ષિય આધેડનું મોત

copy image

ભુજમાં ઘરની છત પરથી ઉતરતી વેળાએ પડી જતાં પપ વર્ષિય આધેડનું મોત નીપજયું હતું. આ બનાવ ભુજ શહેરના જીઆઈડીસી વિસ્તારના હંગામી આવાસમાં બન્યો હતો. ગત દિવસે સાંજે અહી રહેનાર માધુભા સોઢા ઘરની છત પરથી સીડી વડે ઉતરી રહ્યા હતા તે સમયે પડી જવાના કારણે માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાશ લીધા હતા.