સગીરાની છેડતી કરી ગળામાં છરી મારી દેવાનો કિસ્સો સપાટી પર

copy image

સગીરાની છેડતી કરી ગળામાં છરી મારી ઇજા પહોચડવામાં આવેલ હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના સરહદી ક્ષેત્રના એક નાનાં ગામના સીમ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. ગત તા. 20/2ના બપોરે ફરિયાદીની સગીર વયની દીકરી બાવળોની ઝાડીઓમાં લાકડાં કાપવા ગઇ હતી તે સમયે ત્યાં આરોપી ઈશમે આવી અને સગીરાનો હાથ પકડી પ્રેમ સંબંધ રાખવા કહ્યું હતું. જેની સગીરાએ ના પાડી ત્યાંથી ભાગવા જતાં આરોપીએ ગળાના ભાગે છરી મારી દીધી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.