ભુજના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું : 6.47 લાખની મત્તા પર હાથ સાફ કરી થયા ફરાર

copy image

copy image

ભુજના બંધ મકાનમાંથી 6.47 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના હોસ્પિટલ રોડ પર જલારામ સોસાયટીમાં આવેલ બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. મૂળ ભુજના હાલે મસ્કત (ઓમાન) રહી નિવૃત્ત જીવન ગાળતા 70 વર્ષીય કૃષ્ણકુમાર ધરમશી સોમૈયાએ આ ચોરી મામલે પોલીસે મથકે ફરિયાદ નોંધાવેલ છે. જે અનુસાર ગત તા. 4/2ના રોજ ફરિયાદી દાંતની દવા અર્થે મસ્કતથી અમદાવાદ આવ્યા હતા અને સારવાર અર્થે વધુ સમય રોકાયા હતા. બાદમાં તા. 19/2ના ફરિયાદી તેમના હોસ્પિટલ રોડ સ્થિત જલારામ સોસાયટીના મકાનમાં આવતા આ મકાનનો દરવાજો તૂટેલી હાલતમાં જોવા મળી આવ્યો હતો. તેમજ ઘરમાં તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળી આવ્યો હતો. આ ઘરમાં વધુ તપાસ કરતાં અહીથી ચાંદીના વાસણો, મૂર્તિ, આરતી તથા સોનાની વીંટી એમ કુલ મળીને રૂા. 6,47,943ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધૂ તપાસ આરંભી છે.