સુરતમાં ફરી એક વખત આગની જ્વાળાઓ ફાટી નીકળતા દોડધામ મચી : ધુમાડાના કારણે એક વ્યક્તિનું મોત

copy image

સુરતમાં ફરી એક વખત આગનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં આગ ભભૂકી ઉઠી હતી. સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગની જ્વાળાઓ ભભૂકી ઉઠતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, ACના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવી રહ્યું છે. આ બનાવમાં ધુમાડાથી 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.