અબડાસાના રામપર ગામમાં ભેંસના પેટમાંથી લોખંડના ટુકડા બહાર કાઢી ભેંસને નવજીવન અપાયું

copy image

આજ રોજ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં રામપર ગામે રહેતા પશુપાલકે ૧૯૬૨ માં કોલ પર જણાવેલ કે ભેંસ
ને તાવ આવવા લાગ્યો, ભેંસ દુધ માં ફર્ક પાડ્યો, તથા ખાવાનું બંધ કરેલ છે. તેથી ડોક્ટર સંતોષ સ્થળ પર ભેંસની તપાસ કરતા તેમને લક્ષણો દેખાઈ આવતા તેમને મેટલ ડિટેક્ટર થી ચેક કરતા એંઠવાડ સાથે લોખડનાં ટુકડા પણ ભેંસના પેટમાં પહોંચી ગયેલ હતા તેવું તારણ આવતા ડોક્ટર સંતોષ, ડોક્ટર જૈમિન તથા પાઇલોટ ચિરાગ સાથે મળી ઓપરેશન કરી ને ભેંસ ના પેટ માં રહેલ લોખડના ટુકડા તથા પ્લાસ્ટીક બહાર કાઢી ને ભેંસ ને નવજીવન આપેલ છે. તેથી રામપરના પશુપાલક ૧૯૬૨ ની કામગીરી ને તથા ડોક્ટર ની કામગીરી ને બિરદાવેલ છે. ..