મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવનાથ મંદિરે બહોળા પ્રમાણમાં ભક્તો પહોંચ્યા

copy image

copy image

જૂનાગઢ  મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવનાથ મંદિરે બહોળા પ્રમાણમાં ભક્તો ઉમટી પડ્યા હતા. પ્રાપ્ત થતી વિગતો મુજબ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે હર હર ભોલે અને હર હર મહાદેવના નાદ સાથે ભક્તો પહોંચ્યા હતા. પંચ દિવાસીય મેળો મધ્યરાત્રીએ શાહી સ્નાન બાદ પૂર્ણ થશે. અંદાજે ત્રણ થી ચાર લાખ જેટલા લોકો દર્શન માટે પહોંચ્યા હતા.ભવનાથ ક્ષેત્રમાં નાગા સાધુઓના દર્શનનો ભક્તો લાભ લે છે.ભજન ભક્તિ અને ભાવના આ મેળામાં સ્વયંભૂ લોકો ઉમટે છે, વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ મેળાને મીનીકુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે