રાજકોટમાં ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત : 8 માસના માસૂમ બાળક સહિત કુલ 6ના મોત

copy image

રાજકોટ શહેરમાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં 8 માસના માસૂમ બાળક સહિત કુલ 6 લોકના મોત થયા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટના માલીયાસણ નજીક આ ગોજારો બનાવ બન્યો હતો. અહી ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 8 મહિનાના બાળક સહિત 6 લોકોએ જીવ ગુમાવ્યા હતાં.બનાવની જાણ થતાં જ તાત્કાલિક પાંચ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો. આ બનાવ એટલી હદે ગંભીર રહ્યો હતો કે, ટ્રકની અડફેટે ચડતા રિક્ષા ડૂચો વળી ગઈ હતી. બનાવને પગલે લોકની ભીડ એકઠી થઈ હતી.