બનાસકાંઠામાં રિક્ષા અને  ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો : એકનું મોત એક ઘાયલ

copy image

copy image

બનાસકાંઠા ખાતે આવેલ ડીસા-ધાનેરા હાઇવે પર રિક્ષા અને  ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું બનાવ સ્થળ પર કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કંસારી ટોલ ટેક્સ નજીક મોડી સાંજના અરસામાં રિક્ષા અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષાનો છુંદો વળી ગયો હતો. આ બનાવમાં એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને અન્ય એક ઘાયલ બનતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે. અકસ્માત ટ્રકચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો.