બોટાદ ખાતે આવેલ પાળીયાદ ગામ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઈકચાલકનું મોત

copy image

બોટાદ ખાતે આવેલ પાળીયાદ ગામ પાસે રોડ પર ડમ્પર અને બાઈક વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક ચાલકનું મોત થયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પાળીયાદ ગામ નજીક રોડ પર ડમ્પરચાલકે બાઈકચાલકને હડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઈક ચાલકનું મોત થયું હતું. આ મામલે જાણ થતા જ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.