મુંદરામાં આવેલ કંપનીમાં 64 વર્ષીય પ્રૌઢ પર હાઈડ્રા મશીનના પૈડા ફરી વળતાં મોત નીપજયું

copy image

copy image

મુંદરા ખાતે આવેલ વડાલાના નીલકંઠ કંપનીમાં 64 વર્ષીય પ્રૌઢ પર હાઈડ્રા મશીનના પૈડા ફરી વળતાં તેમનું મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ તા. 25/2ના સવારના સમયે મુંદરાના વડાલામાં નીલકંઠ પ્રા. લિ. કંપનીમાં આ બનાવ બન્યો હતો. અહી હાઈડ્રા મશીનના ચાલકે બેદરકારીથી હાઈડ્રા મશીન ચલાવી 64 વર્ષીય પ્રૌઢના ઉપરથી પૈડા ફેરવી દેતાં ગંભીર ઈજાના પગલે તેમનું મોત નીપજયું હતું. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.