અંજારના વરસાણા-ભીમાસર રોડ પરથી 20,800ના ચોરાઉ સોયાબીન તેલ સાથે એક શખ્સ ઝડપાયો

copy image

copy image

 અંજારના વરસાણા-ભીમાસર રોડ પરથી 20,800ના ચોરાઉ સોયાબીન તેલ સાથે એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન લુઇસ કંપની નજીકથી આરોપી ઈશમને દબોચી લીધો હતો. પકડાયેલ ઈશમ પાસે રહેલ પાંચ કેરબાના તેલ અંગે આધાર-પુરાવા સાહતીની પૂછતાછ કરતાં તે રજૂ કરી શક્યો ન હતો. બાદમાં વધુ તપાસ કરવામાં આવતા ત્રણ શખ્સો  સાથે મળી ટેન્કરચાલકોને પૈસાની લાલચ આપી અથવા વાહનચાલકો હાજર ન હોય તો તેમના વાહનોમાંથી જુદા જુદા તેલ કાઢી બજારમાં વેચી મારતા હોવાનો સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.