કંડલામાં અજાણ્યા વાહનની હડફેટે 32 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો

accident2

copy image

copy image

કંડલામાં અજાણ્યા વાહનની હડફેટે 32 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ અને વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કંડલાના કે.આઈ.સી.ટી. ન્યૂ પાર્કિંગમાં આ ગોઝારો બનાવ બન્યો હતો. અહી સનોજકુમાર નામનો યુવાન ટ્રક  લઈને પાર્કિંગમાં આવ્યો હતો. તે સમયે અજાણ્યા વાહને તે ગંભીર રીતે ઘાયલ બન્યો હતો. ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.