લખપતમાંથી સગીરાનું અપહરણ થતાં પોલીસ અમથકે ફરિયાદ નોંધાઈ

લખપતના એક ગામની સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે સગીરાના પિતા દ્વારા નારાયણ સરોવર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ગત તા. 24/2ના અડધી રાત દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમે ફરિયાદીની સગીર વયની દીકરીને લગ્ન કરવાના ઇરાદે લલચાવી-ફોસલાવી વિશ્વાસમાં લઇ અપહરણ કરીને લઇ ગયેલ હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.