આદિપુરમાંથી ત્રણ વર્ષીય બાળકીનું અપહરણ કરવાની કોશિશ કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

copy image

આદિપુરમાંથી ત્રણ વર્ષીય એક બાળકીનું અપહરણ કોશિશ કરનાર આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 24/2નાં આદિપુરમાં આવેલ પાંજો ઘર વિસ્તારમાં બન્યો હતો. અહી સાંજના સમયે નાના બાળકો રમી રહ્યાં હતાં તે ત્યારે પરપ્રાંતિય શખ્સે ત્યાંથી નીકળતી વખતે ત્રણ વર્ષીય બાળકીને ઉપાડીને લઇ જવાનો પ્રયાસ કર્યો હતો, તેવામાં ત્યાં રમતા અન્ય બાળકોએ રાડારાડ કરતાં આ શખ્સ બાળકીને મૂકીને ભાગ્યો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.