લખપત તાલુકાના દયાપર ખાતે અલગ અલગ બે કેન્દ્રોમાં આજથી શરૂ થયેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પ્રથમ ગુજરાતી વિષયની પરીક્ષાનો આરંભ થયો

લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે અલગ અલગ બે કેન્દ્રોમાં આજથી શરૂ થયેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પ્રથમ ગુજરાતી વિષયની પરીક્ષાનો આરંભ થયો હતો અહીંની સારસ્વતમ સંચાલિત હાઇસ્કુલ ખાતેના પરીક્ષા કેન્દ્રમાં લખપત તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ સરદાર, વેપારી એસોસિએશનના દિલીપ જાણસારી તેમજ જય માતાજી મિત્ર મંડળના પ્રમુખ પ્રફુલ સોનીએ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને કેડબરી ખવડાવી શુભેચ્છા આપી હતી જ્યારે મોડલ સ્કૂલ ખાતે કેન્દ્રમાં દયાપર ગામના આગેવાન હસમુખભાઈ પટેલ, પુનિત ગોસ્વામી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જસુભા જાડેજાએ એસએસસી બોર્ડના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને પેંડા દ્વારા મોટું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી