અમદાવાદમાં પુરપાટ આવતી કારના ચાલકે રાહદારીને હડફેટમાં લેતા યુવાન થયો ઘાયલ

accident

copy image

copy image

અમદાવાદમાં પુરપાટ આવતી કારના ચાલકે યુવાનને હડફેટમાં લેતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વીગતો મુજબ અમદાવાદના બોપલ વિસ્તારમાં સ્વસ્તિક વિવંતા રોડ પર કાર ચાલકે ચાલીને જઈ રહેલા યુવાનને અડફેટે લીધો હતો. જેમાં રસ્તા પર ચાલી રહેલા યુવકને ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.