વડઝરના જંગલમાં ઝાડ પર અજાણ્યા પુરુષની ગળેફાંસો ખાધેલી કોહવાયેલી લાશ મળી આવતા ચકચાર
copy image

ભુજના વડઝરમાં વન વિભાગના જંગલમાં ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં એક યુવક મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત સાંજના સમયે વડઝરના વન વિભાગ હસ્તકના જંગલ વિસ્તારમાં ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં કોહવાયેલી અજાણ્યા પુરુષની લાશ મળી આવેલ હતી. આ અંગે પોલીસને જાન કરવામાં આવતા તપાસનો દોર શરૂ કરાયો હતો. જેમાં, અજાણ્યા શખ્સ વડઝરનો રજાક સિધિક બાયડ હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યું છે.