અબડાસા ખાતે આવેલ વાંકુમાં પવનચક્કીમાંથી 20 મીટર કોપર કેબલની તસ્કરી

fir

copy image

copy image

અબડાસા ખાતે આવેલ વાંકુ ગામના ડોણ સીમ વિસ્તારમાં સ્થિત પવનચક્કીમાંથી 20 મીટર કોપર કેબલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વાંકુ ગામના ડોણ સીમમાં આવેલી સુઝલોન કંપનીની પવનચક્કીના કન્ટ્રોલ પેનલ રૂમનો દરવાજો તોડી 20 મીટર કોપર કેબલની તસ્કરી કરી કોઈ ચોર ઈશમો ફરાર થઈ ગયા છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.