મુંદ્રામાંથી જાહેરમાં આંકડાનો જુગાર રમતા એક ઈશમને પોલીસ ઝડપ્યો

jugaar

copy image

copy image

મુંદ્રામાંથી જાહેરમાં આંકડાનો જુગાર રમતા એક ઈશમને પોલીસ દબોચી લીધો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મુંદ્રામાં કોઈ ઇશમ જાહેરમાં આંકડાનો જુગાર રમી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પરથી વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમતા આરોપી શખ્સને દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ ઈશમ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.