ગાંધીધામ ખાતે આવેલ મીઠી રોહરમાંથી ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા
copy image

ગાંધીધામ ખાતે આવેલ મીઠી રોહરમાંથી ચાર જુગારપ્રેમીઓને પોલીસે દબોચી લીધા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મીઠી રોહરમાં રામાપીરના મંદિર પાસે આજે ઢળતી બપોરે અમુક શખ્સો ગંજીપાના રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા, તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી ચાર ઈશમોને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ઈશમો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.