મહાકુંભ પ્રયાગરાજથી પરત આવતો ગુજરાતી પરીવાર કાળનો કોળિયો બન્યો

copy image

મહાકુંભ પ્રયાગરાજથી પરત આવતા ગુજરાતી પરીવારને અકસ્માત નડ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઝાંસી-કાનપુર હાઈવે પર આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અહી કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 4 લોકોના મોત થયા છે. ગત દિવસે સર્જાયેલ અકસ્માતમાં પ્રયાગરાજથી પાછો આવતો પરિવાર કાળનો કોળિયો બની ગયો હતો. ઝાંસી-કાનપુર હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં, ચારનાં મોત થયા છે તેમજ અન્ય એક યુવતી ઘાયલ થતાં ઝાંસીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલ હતી.