ભચાઉ ખાતે આવેલ ચોપડવા નજીક ધોરીમાર્ગ પર એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત : ટ્રક ચાલક ગભરાઇ જતાં ઓવરબ્રિજ પરથી કૂદયો

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ ચોપડવા નજીક ધોરીમાર્ગ પર એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માત બાદ ટ્રકચાલકે ઓવરબ્રિજ પરથી કૂદકો મારી દેતાં ઘાયલ થયો હતો. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 28-2ના નખત્રાણા ડેપોની નખત્રાણા -સોમનાથ રૂટની બસ ના ચાલક તથા બનાવના ફરિયાદી રાકેશ નાનજી કલાસણ આ બસ લઇને   નીકળ્યા હતા.  ત્યારે ગાંધીધામથી ભચાઉ બાજુ તરફ જઈ રહ્યા હતા તે સમયે ઓવરબ્રિજ પર પહોંચતાં સામેથી રોંગ સાઇડમાં આવતી ટ્રક બસમાં અથડાતાં અકસ્માત સર્જાયો હતો.. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં કોઈને ઇજાઓ પહોંચી ન હતી પરંતુ ટ્રક ચાલક ગભરાઇ જતાં ઓવરબ્રિજની દીવાલ કૂદતા નીચે પટકાયો હતો, જેમાં તેને ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.