ચોટીલાના બસ સ્ટેન્ડ નજીકથી ગેરકાયદેસર હથિયાર સાથે એક યુવાનને પોલીસે ઝડપ્યો
copy image

સુરેન્દ્રનગરમાં આવેલ પવિત્ર યાત્રાધામ ચોટીલાના બસ સ્ટેન્ડ નજીકથી ગેરકાયદેસર હથિયાર સાથે એક યુવાનને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન કોઈ શખ્સની હિલચાલ શંકાસ્પદ જણાઈ આવતા તેની તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન આ યુવાન પાસેથી હથિયાર મળી આવતા તે જપ્ત કરી યુવકની અટક કરવામાં આવેલ હતી. પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.