ભરૂચના વેગરામાં ટ્રાકટર પલટી જતાં યુવાન દબાયો : ઘટના સ્થળે મોત
copy image

ગુજરાત રાજ્યના ભરૂચના વેગરામાં એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેક્ટર પલ્ટી જતા યુવક તેની નીચે દબાઈ જવાના કારણે મોત નીપજયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અહી ટ્રેક્ટર ચાલક યુવાને સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર પલટી ગયું હતું, જેના કારણે આ યુવાન તેના નીચે દબાઈ ગયો હતો. આ બનાવમાં યુવાનનું દુર્ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થયા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવેલ હતી. પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.