નાસ્તાની દુકાનમાં ઘુસ્યાં ચોર : કોઈ કીમતી વસ્તુ હાથ ન આવતા સિલિન્ડર ઉઠાવી ગયા

chor

copy image

copy image

સુરતમાંથી સિલિન્ડર ચોરીની ઘટના સામે આવી રહી છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે, ઓલપાડના સાયણ ગામમાં આવેલ નાસ્તાની દુકાનમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરી આરોપી ઈશમો ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો છે. જેમાં જોઈ શકાય છે જે, બાઇક પર આવેલા બે શખ્સોએ દુકાનનું તાળું તોડીને ગેસ સિલિન્ડર લઈ રવાના થઈ ગયા હતા. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ દુકાનમા ચોર ઈશમોએ રોકડ રકમ અને કિંમતી સમાન શોધવાની કોશિશ કરી હતી પરંતુ કઈ હાથ ન આવતા સિલિન્ડર ઉઠાવી ગયા હતા.