અંજાર ખાતે આવેલ વરસામેડીમાં રહેનાર 28 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં રહેનાર 28 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર તાલુકાના વરસામેડીમાં રહેનાર કિરણબેન માહોર નામના મહિલાએ ગત દિવસે જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ મહિલા ગત દિવસે બપોરના સમયે ઘરે હતા તે સમયે કોઈ અગમ્ય કારણોસર પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મહિલાએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.