“પ્રાગપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”
copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધરમેન્દ્રભાઇ રાવલનાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ધરમેન્દ્રભાઇ રાવલનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, પ્રાગપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુન્હા કામે પોલીસ તપાસથી નાસતો ફરતો આરોપી બુધનશા ઉર્ફે બાવલો મામદશા ફકીર રહે. હેમલાઇ ફળીયું, શેખ ટીંબો તા.અંજાર વાળો મોખા ટોલનાકા ખાતેથી પસાર થવાનો છે. જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેની પુછ પરછ કરતા પ્રાગપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુના કામે ધરપકડથી નાસતો ફરતો હોવાની હકીકત જણાવતા તે બાબતે તપાસ કરતા નીચે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી મજકુર ઇસમની અટકાયત કરી પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
- પકડાયેલ આરોપી
- બુધનશા ઉર્ફે બાવલો મામદશા ફકીર રહે. હેમલાઇ ફળીયું, શેખ ટીંબો તા.અંજાર
- નીચેના ગુનામાં નાસતો ફરતો હતો
- પ્રાગપર પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૪૯૩/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨),૩૨૪(૨),૫૪ મુજબ