આડેસરમાં ખેડૂત ઉપર હુમલા કેસમાં આરોપીઓના આગોતરા નકાર્યા
આડેસર ગામના ખેડૂતને માર મારવાના કેસમાં આરોપીઓના આગોતરા જામીન કોર્ટે નકાર્યા છે. આ કેસની વિગતો અનુસાર ફરિયાદી હરિભાઈ હીરાભાઇ પરમારે આડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ ફરિયાદીને હિસાબ પૂરો કરવા માટે સાથે લઈ ગયા હતા અને માર માર્યો હતો. આરોપીઓએ આગોતરા જામીન અરજી કરી હતી. આરોપીઓના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખી આગોતરા જામીન નામંજૂર કરાયા હતા. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ધર્મેન્દ્રાસિંહ એસ. જાડેજાએ હાજર રહી દલીલો રજૂ કરી હતી.