ભચાઉ તાલુકાના છાડવારા ગામમાં 54 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું
copy image

ભચાઉ તાલુકાના છાડવારા ગામમાં 54 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આપઘાતનો આ બનાવ છાડવારાના સીમ વિસ્તારમાં કંપનીની વસાહતમાં બન્યો હતો. આ કંપનીમાં કામ કરી શ્રમિક વસાહતમાં જીવાર નામના આધેડ એકલા રહેતા હતા. વધુમાં મળતી માહિતી મુજબ આ આધેડ ગત દિવસે પોતાના રૂમ પર હતા તે સમયે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.