આદિપુરમાં એક રહેણાક મકાનમાં આગ ભભૂકી ઉઠી : ઘરવખરીનો તમામ સામાન બળીને ભશ્મ થયો

The roof of the house is on fire. Selective focus. Nature.

copy image

copy image

  આદિપુરમાં એક રહેણાક મકાનમાં આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ મકાનમાં રહેનાર હીનાબેન નિલેશચંદ્ર પોતા તેમનો પુત્ર નીલેશ ઘરમાં સૂતા હતા. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 2/3ના રાત્રે આદિપુરના વોર્ડ 2-બી, ટી.બી.એચ. મકાન નંબર 15માં બન્યો હતો. અહી આગ ભભૂકી ઉઠી હતી. આ મકાનમાં શોર્ટસર્કિટના કારણે અચાનક આગ લાગી ઉઠતાં ધીમેધીમે વધુ ફેલાઇ હતી. સર્જાયેલ ઘટનામાં ઘરમાં સૂતેલા બંને માતા-પુત્ર આગના ધુમાડાના કારણે બેભાન થઈ ગયા હતા. સ્થાનિકોને આગની જાણ થતાં બેભાન થયેલા બંનેને સારવાર અર્થે લઇ જવામાં આવેલ હતા. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ઘરવખરીનો સામાન બળીને ભશ્મ થયો હતો. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.