સામખિયાળીમાં મહિલાએ કરેલ આપઘતના પ્રકરણમાં તેના પતિ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

fir

copy image

copy image

ભચાઉ તાલુકાના સામખિયાળીમાં મહિલાએ કરેલ આપઘતના પ્રકરણમાં તેના પતિ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે.આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉના સામખિયાળીમાં શિવશક્તિ નગરમાં ભાડાના મકાનમાં રહેનાર પરીણીતાએ ગત તા. 25/2ના ગળેફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી હતું. કંપનીમાં કામ કરનાર તેનો પતિ આ મહિલા પાસે વારંવાર પૈસાની માગણી કરી તેમને શારીરિક, માનસિક ત્રાસ આપતો હોવાની વિગતો ફરિયાદમાં નોંધાવવામાં આવેલ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.