ભુજની ધર્મશાળામાં રોકાયેલા વેપારી અને નોકરી કરતા બે શખ્સના રોકડ અને મોબાઇલ સહિત રૂા. 33,200ની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

copy image

copy image

ભુજમાં આવેલ શેઠ ડોસાભાઇ ધર્મશાળામાં રોકાયેલા વેપારી અને નોકરી કરતા બે શખ્સના રોકડ અને મોબાઇલ સહિત રૂા. 33,200ની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરીના બનાવ અંગે રાજકોટના વેપારી અજયભાઇ હસમુખભાઇ સુચક શેઠ ડોસાભાઇ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદી ગત તા. 1/3ના રાત્રે ઓશિકા નીચે મોબાઇલ અને લોકરની ચાવી રાખી સૂઇ ગયેલ હતા. બાદમાં સવારે ઉઠીને જોતાં મોબાઇલ હાજર મળેલ ન હતા. ઉપરાંત તેમના બેગમાંથી રોકડા રૂા. 14 હજાર પણ ગાયબ હતા. તેમજ તમામ સામાન વેર વિખેર હાલતમાં જણાયો હતો. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે ફરિયાદી સાથે ધર્મશાળામાં રોકાયેલા અન્ય શખ્સનું પણ બેગ ગયાં થયું હતું. પરીણામે આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.