અંજાર નજીક બનેલ ઘૃણાસ્પદ બનાવ બળાત્કાર સાથે હત્યામાં પલટાયો

 સૂત્રો જણાવી રહ્યા છે અંજાર નજીક પવિત્ર સંબંધને લાંછન લાગે તેવા બનેલ ઘૃણાસ્પદ બનાવમાં સારવારમાં રહેલા વૃદ્ધાનું મોત થતાં આ બનાવ બળાત્કાર સાથે હત્યામાં પલટાયો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 27/2ના અંજારથી પૂર્વ બાજુ આ ગોઝારો બનાવ બન્યો હતો. જેમાં કપાતર પુત્રે 84 વર્ષીય જનેતા પર બળાત્કાર ગુજાર્યો હતો જેમાં મહિલાને બ્રેઇન સ્ટ્રોક સહિતની ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ તેમનું મોત થયું હતું. આ બનાવમાં નરાધમ વિરુદ્ધ હત્યાની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, બનાવને પગલે અરેરાટી સાથે ચકચાર પ્રસરી હતી.