રામાણિયાના સીમ વિસ્તારમાં આવેલ પવનચક્કીમાંથી થયેલ ચોરીના ગુનાનો આરોપી દબોચાયો

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ રામાણિયાના સીમ વિસ્તારમાં આવેલ પવનચક્કીમાંથી પાંચેક માસ પૂર્વે થયેલ રૂા. 19,450ના મુદ્દામાલની ચોરીના ગુનાના આરોપીને પોલીસે દબોચી લીધો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,  પાંચેક માસ પૂર્વે પ્રાગપર પોલીસ મથકમાં નોંધાયેલ રામાણિયા પવનચક્કીમાંથી ચોરી અંગેની ફરિયાદના સંડોવાયેલો અને પોલીસ તપાસથી નાસતો-ફરતો આરોપી મોખા ટોલ નાકાથી પસાર થવાનો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપીની દબોચી લીધો હતો. આ અંગે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.