ગીર-સોમનાથના કોડિનાર ખાતે આવેલ સરખાડી ગામમાં  દીપડો અકસ્માતે કૂવામાં ખાબકતાં રેસ્ક્યુ હાથ ધરાયું

સૂત્રો જણાવી રહ્યા છે ગીર-સોમનાથના કોડિનાર ખાતે આવેલ સરખાડી ગામમાં કોઈ  દીપડો અકસ્માતે કૂવામાં પડી ગયો હતો. આ બનાવ અંગે માલૂમ પડતાં જ ગામ લોકો દ્વારા વન વિભાગની ટીમને જાણ કરવામાં આવેલ હતી. વિભાગની ટીમને જાણ કર્યા બાદ તાત્કાલિક તેઓની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવેલ હતું. ભારે જહેમત બાદ દીપડાને બહાર કાઢી પાંજરામાં પુરવામાં આવેલ હતો.