કુંભમેળાની ટિકિટ અને ઓનલાઈન ટ્રેડિંગના નામે છેતરપિંડી આંચરનાર બે શખ્સો પોલીસના સકંજામાં

copy image

copy image

  વાપી જીઆઇડીસી પોલીસે કુંભમેળાની ટિકિટ અને ઓનલાઈન ટ્રેડિંગના નામે છેતરપિંડી આંચરનાર બે શખ્સોને દબોચી લીધા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પ્રથમ કેસમાં, દાદરા નગર હવેલીના મસાટના 21 વર્ષીય ઈશમને પોલીસે ઝડપ્યો છે જેને સોશિયલ મીડિયા પર કુંભમેળા માટે સ્પેશિયલ કન્ફર્મ ટ્રેન અને ફ્લાઈટ ટિકિટની જાહેરાત કર્યા બાદ વિશેષ ડિસ્કાઉન્ટની લાલચ આપી શ્રદ્ધાળુઓ પાસેથી ઓનલાઈન પૈસા મેળવી લઈ કુલ 1.40 લાખની છેતરપિંડી આંચરી હતી. ઉપરાંત અન્ય કેસ મૂળ ભાવનગરના બોરડી ગામનો અને હાલ સુરતના ઘોડદરામાં રહેતા આરોપી શખ્સને દબોચ્યો હતો. આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.